જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ
જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.સી.પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ અને. જાડેજા નાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેરમાં ઓલ્ફેડ સર્કલ પાસે દાદા-દાદી પાર્ક ની બહાર દક્ષીણ તરફની દીવાલ પાસે જાહેર જગ્યામાં આરોપીઓ ભારતીય ચલણી નોટોના આંક ઉપર આંકફરકના આંકડાનો રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂપિયા 20,080/- તથા મોબાઇલ નંગ-3 કિં.રૂ. ૪૦૦૦/- એમ કુલ કિં.રૂ. 24.080/-ના મુદ્દામાલ સાથે મજકૂર આરોપીઓને પકડી પાડેલ છે
પકડાયેલા આરોપીઓ –
( 1 ) હીરેન રમણીકલાલ ઠક્કર ઉં.વ.32, ધંધો.રી.ડ્રાઇવિંગ રહે.શેરી નં. 14 સહયોગનગર ભુજ
( 2 ) હાર્દીક પરેશભાઈ ઠક્કર ઉં.વ.20, ધંધો.રી.ડ્રાઇવિંગ રહે.શંકરના મંદિર પાસે જેષ્ઠાનગર ભુજ
( 3 ) મહાદેવ જયેશભાઈ ગોસ્વામી ઉં.વ.૨૦, ધંધો.અભ્યાસ, રહે.ગણેશ ચોક જેષ્ઠાનગર ભુજ
( 4 ) શોએબ ઓસ્માણ મેમણ ઉં.વ.19, ધંધો.મજુરી, રહે.મહેંદી કોલોની ભીડનાકા બહાર ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ –
( 1 )રોકડા રૂપિયા 20,080/-
( 2 ) મોબાઇલ ફોન નંગ-03 કિં.રૂ. 4૦૦૦/-
આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.સી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ઝાહિદ એમ.મલેક તથા કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ. કોન્સ્ટેબલ મહિપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ. રણજીતસિંહ કે.જાડેજા તથા જયદેવસિંહ જે.જાડેજા તથા બળવંતસિંહ ડી.જાડેજા નાઓ જોડાયેલા હતા.