ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ અને ભાવનગર જીલ્લાના ડી.એસ.પી.શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબે જીલ્લામાં ગુન્હાઓ કરી પકડમાં ન આવેલ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ભાવનગર જીલ્લા પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી.

જે સુચના અનુસંધાને એસ.ઓ.જી. ભાવનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બગદાણા, મહુવા, ખુંટવડા પોલીસ સ્ટેશનોમાં મળી કુલ ૩ (ત્રણ) ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં વોન્ટેડ આરોપી કાળુભાઇ વાઘેલાને તેના ગામમાંથી હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. અને બગદાણા, મહુવા તથા ખુંટવડા પોલીસે તેને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી –

કાળુભાઇ નાનુભાઇ વાઘેલા ઉ.વ.૨૮ રહેવાસી ઠવી વીરડી તાલુકો સાવરકુંડલા, જીલ્લો અમરેલી

વોન્ટેડ ગુન્હાની વિગત –

(૧) બગદાણા પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૭/૨૦૨૧ ઇ.પી.કો. ૩૮૦

(૨) મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૨૩/૨૦૨૨ ઇ.પી.કો. ૩૮૦

(૩) ખુંટવડા પો.સ્ટે. ગુ.ર.નં.૪૨૧/૨૦૨૧ ઇ.પી.કો. ૩૮૦

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ –

એસ.ઓ.જી. ભાવનગરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.બી.ભરવાડ તથા હેડ.કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. મુકેશભાઇ કંડોલીયા

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર