ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ–કચ્છ, ગાંધીધામ


બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.રાણા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં ચુડવા ગામની સીમમાં આવેલ નદીમાં ગેસના બાટલાથી ચાલતી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ૫૨ રેઇડ કરી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
આરોપીઓના નામ –
( ૧ ) અશોક બુટ્ટા રામ પટેલ રહે. જવાહરનગ૨ તા.ગાંધીધામ
( ૨ ) અસગર ઉર્ફે મુરલી ઓસમાણ સોઢા રહે. મીઠીરોહર તા.ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –
(૧) દેશી દારૂ લિટ૨ ૧૬૦ કિ.રૂ. ૩૨૦૦/-
(૨) ઠંડો તેમજ ગ૨મ આથો કુલ લિટ૨ ૧૩૦૦ કિ.રૂ. ૨૬૦૦/-
(૩) ગેસનાં બાટલા નંગ-૫ તથા ચુલા નંગ -૩ કિ.રૂ. ૬૫૦૦/-
(૪) અન્ય ભઠ્ઠીના સાધનો કિ.રૂ. ૩૦૦ કુલ કિ.રૂ. ૧૨,૬૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.આર.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ
