રિલાયન્સ સર્કલથી જિલ્લા ઉધ્યોગ સર્કલ તરફ જતા રોડ ઉપર થયેલ લૂંટના ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી સૈરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન. પંચાલ સાહેબની સૂચના મુજબ પો.સ્ટેશન ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ.
જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.વી. વાઘેલા સા. નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૫૭૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૯૨,૨૯૪(ખ),૫૦૬(૨) મુજબનો ગુન્હો તા.૧/૬/૨૦૦૨૨ ના ક.૧૮/૩૦ વાગ્યે જાહેર થયેલ જે કામેના આરોપીઓએ આ કામેના ફરીયાદી રિલાન્સ સર્કલ થી જિલ્લા ઉધ્યોગ સર્કલ તરફ ચાલતા જતા હતા તે સમયે આ કામના આરોપીઓ એક કાળા કલરની રીક્ષા રજી.નંબર જીજે. ૧૨ એવાય. ૧૨૭૭ વાળીમાં આવી ફરિયાદીનો વીવો કંપનીનો y-73 કિંમત રૂપિયા 20,000/- વાળો મોબાઇલ ફોન છરીની બીક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લુટ કરી લઇ નાશી જઇ ગુનો કરેલ હોય જે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાને શોધી કાઢવા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો બનાવી તેમજ તેમજ હ્યુમન રીસોર્સિસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમ કેમેરાનો ઉપયોગ કરી સદરહું વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સરદ લુંટના બનાવને અંજામ આપનાર આરોપીઓ માંથી એક ખેતશી ઉર્ફે મીઠું શામજી મારવાડા રહે. સીતારા ચોક ભુજ વાળો હોવાનું જણાઇ આવેલ જેથી તુરંત જ આરોપીની તપાસ કરતાં (૧) ખેતશી ઉર્ફે મીઠુ શામજી મારવાડા રહે. સીતારા ચોક ભુજ વાળો તથા (૨) સેઝાન અબ્દુલ સમેજા રહે. ભુજીયા રીંગરોડ, ભુજ વાળાઓ ઉપર ઉપરોક્ત ગુના કામે ઉપયોગમાં લીધેલ રિક્ષા સાથે મળી આવેલ તેમજ આરોપીઓને યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય એક આરોપી ભાવેશ વાણંદ હોવાનું જણાવતા તે આરોપીને શોધવાની તજવીજ ચાલુમાં છે તેમજ લૂંટમાં ગયેલ વીવો કંપનીનો મોબાઈલ ફોન રીકવર કરવામાં આવેલ છે તથા મજકૂર ઈસમોની નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ કોવિડ-19 ટેસ્ટ કરાવતા જે રિપોર્ટ નેગેટિવ આવતા આરોપીઓને આજરોજ અટક કરી આ કામની આગળની તપાસ પો.સબ.ઇન્સ્પેક્ટર ટી.એચ. પટેલ સા. નાઓ ચલાવી રહેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ –
( 1 ) ખેતશી ઉર્ફે મીઠુ શામજી મારવાડા રહે. ભીડનાકા બહાર સીતારા ચોક ભુજ
( 2 ) સેઝાન ઉર્ફે ધવલીયો અબ્દુલ સમેજા રહે. રામનગરી ભુજીયા રીંગરોડ, ભુજ
પકડવાનો બાકી આરોપી –
ભાવેશ શંભુલાલ વાણંદ રહે.હાલે-હનુમાન મંદિરની પાસે નખત્રાણા મુળ રહે,બીટા ગામ તા.અબડાસા
આરોપીનો ગુનાહિત ઇતિહાસ –
- ખેતશી ઉર્ફે મીઠુ શામજી મારવાડા રહે. સીતારા ચોક ભુજ
- ભુજ શહેર બી ડિવિ.પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં.૨૨૮૩/૨૦૨૨ પ્રોહી કલમ૬૬(૧)(બી) મુજબ.
- ભુજ શહેર બી ડિવિ.પો.સ્ટે.સી.પાર્ટ ગુ.ર.નં.૨૩૦/૨૦૨૨ પ્રોહી કલમ૬૬(૧)(બી) મુજબ.
- ભુજ શહેર એ.ડિવિ.પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૫૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ૩૯૨,૧૧૪તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ.
- ભુજ શહેર એ.ડિવિ.પો.સ્ટે.સે.પાર્ટ ગુ.ર.નં.૧૬૯૮/૨૦૨૧ જી.પી.એકટ ૧૩૫ મુજબ.
- સેઝાન ઉર્ફે ધવલીયો અબ્દુલ સમેજા રહે. ભુજીયા રીંગરોડ, ભુજ
- ભુજ શહેર બી ડિવિ.પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૦૬૮/૨૦૨૨ ઇ.પી.કો.કલમ૩૯૫,૩૨૩,૫૦૬(૨) જી.પી.એકટ ૧૩૫ મુજબ.
ડિટેક્ટ કરેલ ગુનો –
ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.૫૭૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨,૨૯૪(ખ),૫૦૬(૨) મુજબ
રિકવર કરેલ મુદ્દામાલ –
વીવો કંપનીનો વાય-૭૩ મોબાઇલ ફોન કિં.રૂ.૨૦,૦૦૦/-
કબ્જે કરેલ મુદામાલ –
એક રીક્ષા જેના રજી.નં.GJ-12-AY-1277કિં.રૂ.૩૦,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી –
ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ ટી.પરમાર તથા મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા એ તથા પૃથ્વીરાજસિંહ ડી.જાડેજા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈ સફળ કામગીરી કરેલ.