ગેર કાયદેસર રીતે ડોકટરની પ્રેક્ટીસ કરતા એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડ૨ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે વિસ્તારમાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે આધારે પોલીસ ઈન્સપેક્ટર એ.બી.પટેલ નાઓએ ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસના માણસોને પો.સ્ટે. વીસ્તારમાં ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરોને પકડવા સુચના આપતા બાતમી આધારે મેડીકલ ઓફીસર શ્રી આદિલ જાહી૨ ભાઈ કુરેશી અર્બન હેલ્થ સેન્ટર આદિપુર નાઓને સાથે રાખી ગાયત્રી પેટ્રોલ પંમ્પ પાસે જાર્વીસ રોડ ઉ૫૨ જવાહ૨નગ૨ ખાતેથી ગે.કા. પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી તેના કબ્જામાંથી ગે.કા. રીતે મેડીકલ પ્રેક્ટીસ કરી મેળવેલ રોકડા રૂપીયા તથા દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતા મજકુર વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી સમરેશ રૂપકુમા૨ બિ૨વાસ ઉ.વ.૨૪ ૨હે.પડાણા ગાંધીધામ.મુળ ૨હે – પાનપડા ( રાણાગઢ ) તા.પાનપડા જી.નોધીયા કલકતા ( પશ્ચિમ બંગાળ )

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –

( ૧ ) દવાઓ તથા મેડીકલના સાધનો કિ.રૂ.૪૫૦૦/-

( ૨ ) રોકડા રૂપીયા ૧૪૨૦/- કુલ કિ.રૂ.૫૯૨૦/-

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓની સુચનાથી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ