દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ચાલતી યોજનાઓમાં મસમોટુ કૌંભાંડ સામે આવ્યું

જેમાં નેશનલ રૂરલ ઈકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ અંતર્ગત કચેરીમાં ફરજ બજાવતાં કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતાં મહિલા સહિત પાંચ કર્મચારીઓએ રૂા. ૭૯ લાખ ઉપરાંતની ઉચાપત કરી કૌંભાંડ આચરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે કચેરીના વિભાગીય હિસાબનીશ કર્મચારી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કરાર આધારિત તથા આઉટ સોર્સથી ફરજ બજાવતાં અંજનાબેન મેઘજીભાઈ મછાર (રહે. ઠુંઠી કંકાસીયા, તા. ઝાલોદ, જિ.દાહોદ),  ચંન્દ્રિકાબેન ચંદુભાઈ મેડા (રહે. છાપરી, તા. જિ.દાહોદ),  લીલાબેન સચીનભાઈ નિનામા (રહે. છાપરી, તા.જિ.દાહોદ), મેઘાબેન કે. નલવાયા (રહે. નળવાઈ, તા. ગરબાડા, જિ.દાહોદ) અને રાજેશભાઈ સોમસિંહ મોહનીયા (રહે. ગલાલીયાવાડ, તા. જિ.દાહોદ) નાઓએ એકબીજાના મેળાપીપળામાં આગોતરૂં-કાવતરૂં રચી ભારત સરકાર દ્વારા ચાલતી દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નેશનલ રૂરલ ઈકોનોમીક ટ્રાન્સફોરમેશન પ્રોજેક્ટ યોજના અંતર્ગત  સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ૭૯,૬૮,૧૦૮ની ઉચાપત કરી યોજનામાં નિર્દિષ્ઠ કરાયેલ આદેશોનું પાલન કરી અને નાણાંનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો અને સરકાર સાથે છેતરપીંડી અને વિશ્વાસ ઘાત કરતાં આ સંબંધે દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવતાં હેમલરાજ લલીતકુમાર બારભાયા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.