ભુજના અને નખત્રાણાના યુવાને ૧.૬૦ લાખ ગુમાવ્યા

ભુજના વાલદાસનગરમાં રહેતા રાહુલ ભગવાનજી ખત્રીને લોનની જરૂર હોવાથી ગૂગલ પર ઓનલાઈન લોન લેવા માટે સર્ચ કરતા એક કંપનીનો નંબર મળ્યો હતો જેના સાથે વાતચીત થતા અરજદારને લોન આપવાની લાલચ આપી અલગ અલગ અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરાવી કુલ 1,97,659 ઉપાડી લીધા હતા જે બનાવમાં સાયબર સેલ પોલીસ ભુજ એલ.સી.બી. દ્વારા ભોગબનનારને મદદરૂપ થઈ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે કુલ રકમમાંથી રૂપિયા ૧૮,૫૦૦ અરજદારના એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા હતા.

તો બીજી તરફ નખત્રાણાના મણીનગરમાં રહેતા હેનીલ હિતેશભાઈ ઠક્કરની ઓફિસનો એયર કમ્પ્રેશર બગડી જતા ગૂગલમાં વોલ્ટાસ કંપનીના કસ્ટમર કેર નંબર સર્ચ કરતા તેમાં જણાવેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરતા અરજદાર પાસે મોબાઇલમાં ANYDESK એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવડાવી તેમના મોબાઈલનું એક્સેસ મેળવી થોડીવારમાં જ બેન્ક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી રૂપિયા 35019 અને રૂપિયા 25000 એમ કુલ 2 અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.60,019/- ઉપાડી લેવાયા હતા.. જે બનાવમાં નખત્રાણા પોલીસે ભુજ સાયબર સેલને જાણ કરતા અરજદારને 1,35,019 રૂપિયા પરત અપાવ્યા હતા.