કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલમાં ધોરણ ૧૦ માં SSC ૨૦૨૨ માં ૮૪.૬૨% પરિણામ

4b16e81d-c0a1-4124-abc9-43d97e463fc3

માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બોર્ડ નું પરિણામ ૬૫.૧૮% કચ્છ જિલ્લાનું ૬૧.૨૮% જેમાં શ્રી સરકારી માધ્યમિક શાળા કડોલમાં ધોરણ ૧૦માં SSC ૨૦૨૨માં ૮૪.૬૨% પરિણામ જાહેર થયેલ છે. પરિણામ આવતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. શાળાના આચાર્ય શ્રી અજયભાઈ એમ. પટાટ તથા મદદનીશ શિક્ષક શ્રી નદિમભાઈ વાય. દિવાન અને શિક્ષક સહાયક હર્ષાબેન એમ. પારગી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સારું અને સફળ માર્ગદર્શન મળતા વિદ્યાર્થીઓ સફળતાના રંગે રંગાયા છે. શાળાના વિદ્યાર્થીઓમાં ઢીલા આરતીબેન હમીરાભાઇ ૮૧.૬૬ ટકા પરિણામ સાથે શાળામાં પ્રથમ નંબરે આવેલ છે તથા બીજા વિદ્યાર્થીઓ પણ સારા ગુણ મેળવીને પાસ થયેલા છે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગળ અભ્યાસ કરવાનું માર્ગદર્શન આપેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી ભચાઉ