રાપરમાં ટ્રાફિકમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પાછળથી બસમાં ટકરાયો.

તા : ૨૦.૭.૧૮ :નો બનાવ

રાપરના સેલારી નાકા પાસેથી જી.જે 18 વાય 6868 નંબરની રાપર રવેચી રૂટની એસ.ટી.બસ જતી હતી ત્યારે આગળ ટ્રાફિક જામ હોવાથી બસના દરાઈવરે બ્રેક મારતા પાછળથી જી.જે.12 ડીઇ 8610 નંબરની બાઇક પર ધૂમ સ્ટાઈલથી ચલાવી રહેલો યુવાન બસની રોંગ સાઈડમાંથી નીકળવા જતા બીમાં પાછળના ભાગે ટકરાયો. પોતાની ભૂલ હોવા છતાં બસના ચાલકને નીચે ઉતારવાનું કહી મારવા મંડતા ચાલકે તેને પોલીસ સ્ટેશને ચાલવા કહ્યું અને આસપાસના લોકો અને પેસેન્જરોએ ડ્રાઇવરેને છોડાવી ને યુવાનને બાનમાં લેવાની કોશિશ કરતા પરિસ્થિતિ પામી ગયેલો યુવાન પોતાની બાઇક ત્યાંજ મૂકી નાશી ગયો હતો.આ બનાવને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. રાપરમાં આવા લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે પોલીસે આવા તત્વો સામે કડક પગલાં ભરવા જોઈએ તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *