ફતેહગઢ માં જમીન ખાલી કરાવવા બાબતે યુવાન પર પાંચ જણનો હુમલો.

તા : ૨૦.૭.૧૮ : નો બનાવરાપર તાલુકાના થાનગઢની સીમમાં રહેતા અને ખેતી કરતા 35 વર્ષીય ગંગારામ પોપટભાઈ પરમાર પોતાની જમીન પર હતા ત્યારે ડાભુંડાના કનુભા વરતાજી સોઢા સ્કોર્પિઓ ગાડીમાં ચાર અજાણ્યા શખ્સો સાથે આવી કનુભાએ પોતાના પાસે રહેલી લાયસન્સ વાળી બંદૂક કાઢી જમીન ખાલી કરી દેવાનું કહી બંદૂક પીઠમાં ફટકારી હતી અને અન્ય ચાર શખ્સોએ લાકડી વડે આડેધડ મારવાનું શરૂ કરતાં વચ્ચે ગંગારામનો ભાઈ રામાભાઈ પડતા તેને પણ માર માર્યો હતો અને ડાબા પગે ફેક્ચર તેમજ મૂઢમારની ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જમીન ખાલી કરવા જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.