લાખિયારવીરાના યુવકનુ હરિદ્વારની ગંગા નદીમાં ડૂબી જતા કરૂણમોત: પરિવારજનોમાં આક્રંદ


કચ્છથી હરિદ્વાર યાત્રા કરવા ગયેલ પરિવાર સાથે એક કરુણ ઘટના બની હતી માહિતી મુજબ, નખત્રાણા તાલુકાના લાખિયારવીરાના 19 વર્ષિય યુવકનું હરિદ્વાર ખાતે ગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં ગમગીની છવાઈ. ગંગામાં ડૂબી ગયા બાદ યુવકની લાશ વ્યાપક શોધખોળના અંતે મળી હતી. મૃતદેહને લાખિયારવીરા લઈ આવ્યા બાદ અંતિમક્રિયા પૂર્ણ કરાઇ હતી. આ અંગે મળતી વિગતો મુજબ લાખિયારવીરાના કલ્પેશ નરશી ડુંગરાણી ઉં.વ. 19 હરિદ્વારના સપ્તર્ષિ ગંગા ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યો હતો. તે પોતાના પરિવારજનો સહિત અન્ય યાત્રીકોના સંઘ સાથે હરિદ્વાર પહોંચ્યો હતો આ દરમિયાન યુવકોના સમૂહમાંથી કલ્પેશ ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયો હતો ગંગામાં ડુબી ગયેલ કલ્પેશની શોધખોળ ચાલુ કરાઈ હતી પોલીસને બપોર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો જેને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને આપી દેવાયો હતો ગંગાના આ વિસ્તારમાં નદીની ઊંડાઈ ઘણી વધારે હતી જેનો કલ્પેશ અંદાજો લગાવી શક્યો નહીં અને તે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો અને ડૂબી ગયો રાત પડવાને કારણે યુવકનું સર્ચ ઓપરેશન થઇ શકયું ન હતું અને બીજા દિવસે તેની લાશ મળી હતી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ