અંજાર પોલીસ સ્ટેશનના વીડી ગામની સીમ વિસ્તારમાથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. એન. રાણા એલ. સી. બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. દ્વારા ગાંધીધામ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીડી ગામમાં બંધારો તળાવની પાસે આવેલ આરોપીના કબ્જાના ખેતરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર રેડ કરી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી –
મુકેશ કરશન કોલી ઉં.વ.૨૦ રહે. પ્રાથમિક શાળાની બાજુમાં ગામ-વીડી તા. અંજાર
હાજર ન મળી આવેલ આરોપી –
અરવિંદ ગોવિંદ કોલી રહે. ડોલીવાસ વીડી તા. અંજાર
મુદ્દામાલની વિગત –
દેશી દારૂ બનાવવાનો આથોલીટર-૨૪૦૦ કિં.રૂ.૪૮૦૦/- અન્ય ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૮૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૫૬૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.