મોરબી તરફથી કચ્છના ગાંધીધામ તરફ અમુલ પ્રોડક્ટ ભરેલો ટેમ્પો પલટી ગયો : સદભાગ્યે જાનહાનિ ટળી


પુર્વ કચ્છના સામખયારી થી મોરબી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં કચ્છ તરફ આવેતો અમૂલ્યની પ્રોડક્ટ ભરેલો મીની ટેમ્પો ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કટારીયા પાટિયા નજીક પલટી ખાઇ ગયો હતો સદભાગ્યે આ બનાવમાં ચાલકનો બચાવ થતા જાનહાની ટળી હતી જ્યારે ટ્રાફિક વ્યવહારને અડચણરૂપ ટેમ્પોને હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ક્રેનની મદદ વડે દૂર કરવામાં આવ્યો હતો સામખયારી મોરબી ધોરીમાર્ગ પર અવાર-નવાર નાના-મોટા અકસ્માત સર્જાતા રહે છે તેમાં આજે ફરી એક અકસ્માત સર્જાયો હતો જોકે આજે થયેલા અકસ્માતમાં વાહન ચાલકનો બચાવ થયો હતો જેમને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જણાવા મળ્યું હતું મોરબી બાજુથી ગાંધીધામ બાજુ આવી રહેલો ટેમ્પો અચાનક પલ્ટી જતા માર્ગ પર ફસડાઈ પડયો હતો જેને હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ક્રેનની મદદ વડે દૂર કર્યો હોવાનું જાણવા મળ્યું.