ઘોઘાસર્કલ વિસ્તારમાંથી એક માસ પહેલા ચોરી કરેલ મોટર સાયકલ સાથે ચોર ઇસમને પકડી પાડતી ઘોઘારોડ પોલીસ ટીમ

ભાવનગર રેન્જના આઇ.જી.પી શ્રી અશોકકુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબ તથા ભાવનગર સીટીના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી સફીન હસન સાહેબનાઓએ ચોરી કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી.

જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન મુજબ “ડી” સ્ટાફના પોલીસ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ નટવરસિંહ તથા પોલીસ કોન્સ. નીલેશભાઇ અનીલભાઇ તથા પોલીસ કોન્સ. રાજેન્દ્રભાઇ ભલાભાઇ તથા પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ વગેરે તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા, તે સમયે પોલીસ કોન્સ. દશરથસિંહ બાબભા ગોહિલ તથા પોલીસ કોન્સ. નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારની આધારભુત હકિકત મુજબ એક માસ પહેલા ઘોઘાસર્કલ સુરેન્દ્રનગર સમોસાની દુકાન સામેથી ચોરી થયેલ મોટર સાયકલ હિરો હોન્ડા સ્પલેન્ડર જેના આગળ પાછળ નંબર વગરની જેના ચેસીસ નં.00B19F04495 એન્જીન નં.00B17E04195 ની કિ.રૂા.૧૫,૦૦૦/- ની ચોરી કરનાર ઇસમ ધર્મેશભાઇ ધીરૂભાઇ ભાલીયા/કોળી, ઉ.વ.૨૪, રહે. ચાઇનાનગર, મોટા શીતળા માતાના મંદીર સામે, ઘોઘારોડ, ભાવનગરવાળો તેના ઘરે હાજર છે જેથી રેડ કરી અસલ મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધમાં સીઆર.પી.સી. કલમ-૪૧(૧) (ડી) મુજબની કાર્યવાહી કરી મોટર સાયકલના અસલ માલીકને શોધવા પોલીસ હેડ કોન્સ. વાય.એન.જાડેજાએ તજવીજ હાથ ધરેલ છે.

રિપોર્ટર એઝદ શૈખ, ભાવનગર