જમવાની બાબતે ઝઘડો પતિએ પત્નીના માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી

ભુજના ભીડ નાકા બહાર દાદુપીર રોડ પર રહેતા પરપ્રાંતીય દંપતી વચ્ચે જમવા બાબતે સાંજે માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ માથાના ભાગે પથ્થરનો ઘા ઝીંક દેતા પત્ની તરફડિયા ખાઈ ત્યાં ઢળી પડી હતી હત્યા કર્યા બાદ ગભરાયેલા આરોપીએ બપોરે પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર જઇ મૃતક મહિલાની લાશને માનવ જ્યોત સંસ્થાના વાહનથી હોસ્પિટલે પીએમ માટે પહોંચાડી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી