મુન્દ્રા તાલુકાના વવાર ગામમાથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

મુન્દ્રા પંથકમાં એક મહિનાના ટૂંકાગાળામાં દેશીદારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ બીજી રેડ પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ. આ સ્થળેથી દારૂ સહિત 75 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો. મળતી માહીતી પ્રમાણે, મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમમાં હરીભાઈ ગઢવીની વાડી નજીક પડતર જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હતી જ્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ સ્થળ પરથી ઇસમો છસરાના સુમા૨ ધના કોલી, ભીખા જીવણ કોલી અને વડાલાના ખુમાનસિંહ જીલુભા સોઢાની અટકાયત કરવામાં આવી હતી જ્યારે, ભઠ્ઠીનો સંચાલક વવારનો વાલા વિરમ ગઢવી, તેનો માણસ લખુભા ગઢવી અને સ્થળ પરથી નાસી ગયેલ રમેશ અલીભાઈ કોલી હાથમાં ન આવતા તેઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સ્થળ પરથી 4800ની કિંમતનો 240 લિટર દેશી દારૂ, 4 હજારની કિંમતનો બે હજાર વૉશ, દારૂ બનાવવા માટે પડેલો 20,430 રૂપિયાનો 2043 કિલોગ્રામ અખાદ્ય ગોળ, 40 હજારના બે વાહનો, 5500ના બે ફોન મળી 75,290નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.