ડૂબતા ભાઇને બચાવવા તળાવમાં પડેલ બીજો ભાઈ ડૂબ્યો

રાપર તાલુકાના કિડીયાનગરની સીમમા આવેલ તળાવમા માલધારી રબારી પરિવારના બે ભાઈઓ પોતાના ધેટાં બકરા સાથે તળાવ ખાતે ગયેલા અને ધેટાં બકરાને નવડાવી રહ્યા હતા ત્યારે એક ભાઈનો પગ તળાવની માટીમા લપસી જતાં બીજો ભાઈ બચાવવા જતાં બન્ને ડુબી જવાથી મોત થયા હતા આ બન્ને યુવાન ભાઈઓના નામ નાગજી મુરાભાઈ રબારી તેમના ભાઈ હેમા ભાઈ મુરાભાઈ રબારી નામના બને ભાઈઓ માલધારી સમાજના છે અને ધેટાં બકરા ચરાવી ગુજરાન ચલાવે છે ત્યારે તળાવમા ડુબી જવાથી મોત થયાનું ગામ લોકોને જાણ થતાં ધટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બન્ને ભાઈઓની લાશ બહાર કાઢી હતી આ બનાવ અંગે ગામ લોકો ને જાણ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.