બનાવટી સ્ટેમ્પ આધારે ખોટા ભાડા કરારો કરી બનાવટી ડોકયુમેન્ટ બનાવવાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
આજ રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પો.હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્દભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર, ગંગાજળીયા પોલીસ સ્ટેશનએ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૨૦૦૫૨/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૬૫,૪૬૮,૪૭૧,૪૭૩, ૧૧૪ વગેરે મુજબના કામે નાસતાં-ફરતાં આરોપી અલ્ફાઝ શાહિદભાઇ ઉર્ફે સાઇકભાઇ કાજી ઉ.વ.૨૪ ધંધો-સાયકલ રીપેરીંગ રહે. કાજીવાડ, ભગાતળાવ, ભાવનગર હાલ-મહેબુબભાઇ પઢીયારનાં મકાનમાં, લીલાપીર, સુરકાનો દરવાજો, શિહોર જી.ભાવનગર વાળો ક્રેસન્ટ સર્કલમાંથી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર શહેર, ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ –
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા, હસમુખભાઇ પરમાર, જયદિપસિંહ ગોહિલ તથા ટેકનીકલ સેલ ટીમ
રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર