બરવાળાના કુંડળ ગામ પાસે કાર સાથે નીલ ગાય અથડાતાં અકસ્માત સર્જાયો  

299820-accident

copy image

બરવાળા-બોટાદ રોડ ઉપર આવેલ કુંડળ ગામ પાસે કાર સાથે નીલગાય ધડાકાભેર અથડાતા કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતાં બરવાળા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બરવાળા-બોટાદ હાઇવે રોડ ઉપર આવેલ કુંડળ ગામ પાસે વહેલી સવારના બરવાળાથી બોટાદ તરફ જઈ રહેલ ઇકો કાર નં જી.જે.13.સી.સી.4436 સાથે કુંડળ ગામ પાસે નીલગાય અથડાતાં કારમાં સવાર કુલદીપભાઇ રાજેશભાઇ સોલંકી ઉ.વ.17 રહે. વહિયા, તા.બરવાળા, જી.બોટાદને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નીપજયું હતું.

જ્યારે કારમાં સવાર રવિભાઈ ઉર્ફે જીગો પ્રવીણભાઈ સોલંકી તેમજ અશ્વિનભાઈ ભરતભાઈ દેત્રોજા રહે.વહિયા,તા.બરવાળા ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ બરવાળા પોલીસ મથકમાં થતા એન.જી.રબારી(પીએસઆઈ), પ્રભાતસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.