ગાંધીનગરમાં ગાંજાનું વેચાણ કરતા ઇસમો ઝડપાયા

ગાંધીનગરના ભાટ ટોલનાકા પાસે ચૂલા ચિકન રેસ્ટોરાંની આડમાં નશીલા પ્રદાર્થનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. એટીએસ દ્વારા બાતમીના આધારે રેડ કરીને 294 ગ્રામ કેનાબીજ (ગાંજા) સાથે બે લોકોને ઝડપી પાડ્યા. પોલીસે રેડ કરી ત્યારે એમઝોનના બોક્સમાંથી કેટલોક સામાન મળી આવ્યો હતો, જેને પગલે પોલીસને શંકા છે કે આરોપીઓ ઓનલાઈન નશીલો પ્રદાર્થ મગાવીને તેની ડિલિવરી કરતા હતા. સમગ્ર મુદ્દે એટીએસ દ્વારા ત્રણ ઇસમો સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો.

ભાટ ટોલનાકાની બાજુમાં ચૂલા ચિકન રેસ્ટોરન્ટમાં એટીએસ પહોંચી ત્યારે શેડમાંથી જયકીશન ઉર્ફે જય ઠાકોર તથા અંકીત કુલહરીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી અનબ્લીચ પેપર, જિપ લોકવાળી થેલીઓમાં માદકપ્રદાર્થના લાડુ મળી આવ્યા હતા. માદક પ્રદાર્થમાંથી કેનાબીજની હાજરી મળી આવતા એટીએસએ 41 હજારનો માદક પ્રદાર્થ, 25 હજારના બે ફોન, રોકડા 92,610 રૂપિયા મળી કુલ 1.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ઇસમો માદકપ્રદાર્થ ઓનલાઈન મગાવતા હતા કે પછી અન્ય કોઈ રીતે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓના ચૂલા ચિકન રેસ્ટોરન્ટ છેલ્લા એકાદ વર્ષથી વધુ સમયથી ચાલાવી રહ્યા છે. જેને પગલે બંને લાંબા સમયથી નશાનો કારાબોર કરતા હોવાની આશંકા છે.