મિલકતના ભાગ બાબતે વૃદ્ધાને માર માર્યો
પેટલાદ તાલુકાના જેસરવા ગામની રેલ્વે ફાટક પાસે 65 વર્ષીય લલીતાબેન ફતેસિંહ સોલંકી રહે છે. તેમણે પેટલાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બપોરે બે વાગ્યે પાડોશમાં રહેતા તેમના દિયર ઉમેશ ખુશાલભાઈ સોલંકી અને તેમના પત્ની ચંપાબેન તેમને મળ્યા હતા અને મિલ્કતમાં તમે કેમ ભાગ આપતા નથી તેમ કહી અપશબ્દ બોલી તેમને માર માર્યો હતો.
વધુમાં તેમનું ઉપરાણું લઈ જયેન્દ્ર ઉમેશ સોલંકીએ પણ માર માર્યો હતો. ઝઘડાને પગલે લોકોના ટોળાં ભેગાં થઈ જતાં તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. આ મામલે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી હતી.