મુન્દ્રા શહેરમાં થયેલ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડી ગણતરીના દિવસોમાં વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢતી મુન્દ્રા પોલીસ


મુન્દ્રા શહેરમાં મોડી રાત્રિના ફરિયાદી પોતાના રહેણાંકના મકાનની છત પર પોતાનો મોબાઇલ ફોન ઓપ્પો એફ-૧૭ વાળો છતની દિવાલ પર રાખી વોકિંગ કરતા હતા તે દરમિયાન બે અજાણ્યા ચોર ઈસમો ગેટના દરવાજામાંથી અંદર પ્રવેશી ફરિયાદીના ધ્યાન બહાર મોબાઇલ ફોનની ચોરી કરી નાસી ગયેલ જે બાબતે ફરિયાદ આપતા મુન્દ્રા પોલીસ સ્ટેશન પાર્ટે એ ગુ.ર. નંબર-૫૯૯/૨૦૨૨ આઇ.પી.કો કલમ મુજબ નો ગુનો જાહેર થયેલ હોય
જે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.પી.ચૌહાણ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી સાહેબની સૂચના મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ મિત ઉર્ફે એ મિતેષ પ્રેમજી ચૌહાણ ઉંમર વર્ષ 26 રહે. સંસ્કારનગર બારોઇ રોડ મુન્દ્રા વાળો બારોઇ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ગલીમાં શંકાસ્પદ હાલતમાં કોઈ મિલ્કત સબંધી ગુનો કરવાના ઈરાદે મળી આવતા અને મજકૂર મુન્દ્રા પોલીસ સ્ટેશનનો એમ.સી.આર. હોય તેની વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશન પાર્ટે બી ગુ.ર.નંબર ૬૩૧/૨૦૨૨ જી.પી.એકટ ૧૨૨(ડી) મુજબનો ગુનો નોંધવામાં આવેલ જેની તપાસ એ.એસ.આઇ ભાવેશભાઈ ધીરૂભાઈ ડાંગર નાઓ ચલાવી રહેલ હોઇ જે ગુના કામે મજબૂરની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઉપરોક્ત મોબાઈલ ફોનની ચોરી પોતે તથા સહ આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયરાજ સ/ઓફ જયસિંહ સોલંકી ઉં.વ. 22 રહે-ઓલ કીડઝ સ્કુલની પાસે રેમન્ડ શો રૂમની સામે બારોઇ રોડ મુન્દ્રા વાળાએ સાથે મળીને કરેલાની કબુલાત કરેલ
આમ, મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રથમથી જ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવામાં મુન્દ્રા પોલીસને સફળતા મળેલ છે
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ –
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ.ત્રિવેદી તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભાવેશભાઈ ધીરૂભાઈ ડાંગર તથા મહિપતસિંહ વજુભા વાઘેલા તથા દર્શનભાઈ રઘુભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ મથુરજી બચુજી કુડેચા તથા મુકેશભાઈ જેતાભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.