ભુજ તાલુકાના સુખપર ગામે આંગણવાડી કેન્દ્રમાં સખી અને સહસખી ને તાલીમ આપવામાં આવી


જે અંતર્ગત સુખપર સેજાની 36 કેન્દ્રના 72 સખી સહેલી કિશોરીના તાલીમ પ્રારંભે ગ્રામ પંચાયતના સભ્ય પ્રેમજીભાઈ અને મુકેશભાઈના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. આંગણવાડીના સુપરવાઇઝર વનીતાબેન ચાવડાએ શાબ્દિક સ્વાગત અને તાલીમનું મહત્વ સમજાવ્યું હતું તેમજ આયર્ન ફોલિક એસિડની ગોળી કિશોરીનું બી.એમ.આઈ કિશોરીનું એચ.બી અને વિવિધ રમતો દ્વારા તેમજ પોષણ કાર્ડ દ્વારા પોષણ અંગે તેમજ ખાસ કરીને કિશોરીઓને પોતાનો સ્વબચાવ કેમ કરવો તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તેમજ આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા માતૃશક્તિના પેકેટ માંથી વાનગી બનાવી વાનગીનું નિર્દેશન કરેલ અને કુપોષણને દૂર કરવા તેમજ ખાસ પોષણ મેળવવા માહિતીગાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ગ્રામપંચાયત સદસ્યો તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા, તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો પણ હાજર રહ્યા હતા.



