વલસાડની વાંકી નદીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી..

વલસાડના પાથરી ગામને અડીને આવેલ વાંકી નદીમાંથી આશરે ૩૨ થી ૩૩ વર્ષના એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી મૃતકના બંને હાથ પગ પ્લાસ્ટિકની પટ્ટી વડે બાંધેલા હતા અને લાખના શરીર સાથે માટી તથા પથ્થરો ભરેલી થેલી પણ બાંધેલી મળી આવી યુવકની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતા ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઆઇ રાણા હત્યારાને શોધી કાઢવા પોલીસ ટીમ સાથે એલર્ટ થયા હતા અને આરોપીની તપાસ કરવા માટે ટીમવર્કથી મૃતકના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેમાં મરણ થયેલ યુવકની ઓળખ થઈ મરણ જનાર વિકાસ વિજયભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું પ્રકરણમાં તપાસ કરી રહેલ પોલીસે મરણજનારના સગા સંબંધીઓને અલગ-અલગ પુછપર કરતા ણવ અટાર ફળીયામાં રહેતો મિતેભાઇ ઉર્ફે ઠોકલો પરભુભાઈ પટેલ શંકાના ઘેરામાં આવ્યો.

મીતેઉર્ફે ઠોકલો ચણવઇ ખાતે દારૂનો ધંધો કરે છે દારૂની ખેપ મારતી વખતે અગાઉ મીતેઉર્ફે ઠોકલો પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો મિતેષે મૃતક વિકાસે પોલીસમાં બાતમી આપી અને  પકડાવી હોવાનો શક રાખી વિકાસ સાથે અગાઉ ઝઘડો કર્યો હતો બાદમાં મીતે ઉર્ફે ઠોકલો અવાર નવાર વિકાસ સાથે બબાલ કરતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે મીતે ઉર્ફે ઠોકલોને પોલીસ મથક લાવી પુછપરછ કરી આગવી તજવીજ પોલીસ દ્વારા હાથ ધરી