નિરોણા ગામમાં ગટરની લાઇન તળાવની નજીક નાખવામાં આવતા દીવાલ ધસી આવી

નિરોણા ગામે આજે પંચાયત દ્વારા ત્યાં આવેલા તળાવ પાસે ગટરની લાઇનના પાઇપ નાખવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાંની દીવાલ ધસી પડતાં ત્રણ યુવાનો દીવાલ નીચે દટાઇ ગયા હતા જેઓને તાત્કાલિક સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પીટલમાં લઈ આવવામાં આવ્યા હતા જેમાં 17 વર્ષીય યુવાન જે સગીર છે તેની હાલત ગંભીર દર્શાવામાં આવી હતી.