અંજારમાં એક શખ્સ દ્વારા પરિણીતા મહિલાનું વિડ્યો બનાવી કરતો હતો પરેશાન

અંજાર તાલુકાનાં અમરાપર ગામની એક 24 વર્ષીય પરિણીતા મહિલાનું અલ્લારખા કાસમ નામના શખ્સ દ્વારા છરીની અણી એ બળાત્કાર ગુજારી અશ્લિલ વિડીયો બનાવી સતત 2 વર્ષ સુધી જાતીય સોષણ કરાયું તે દુધઈ પોલીસ સ્ટેશને ગુનોહ દાખલ થયેલ છે. આરોપી જૂની દુધઈનો રહીશ છે અને પીડિતા એ નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું હતું કે આરોપીએ બે વર્ષ સુધી અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું છે. આરોપી પીડિતાની અસ્લીલ વિડીયો બનાવી તેને ઇન્ટરનેટ પર મૂકવાની ધમકી આપતો હતો.અને આરોપીએ છરી બતાવી પીડિતા ના પતિ ને જાનથી મારી નાખવાની ધમકી આપી 4600 રૂપિયા ની લૂંટ કરી હોવાનું ફરિયાદમા જાણવા મળ્યું હતું.આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરવાની તપાસ હાથ ધરી છે.