બાપા સિતારામ ટ્રસ્ટનાં સ્થાપક શ્રી કે.ડી.જાડેજા આવતીકાલે યોજશે ધરણાં કાર્યક્રમ

બાપા સિતારામ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ કચ્છના સ્થાપક એવા શ્રી કે.ડી. જાડેજા આવતીકાલે ૧૧-૦૮-૨૦૧૮ ના રોજ કચ્છ જીલ્લામાં પ્લાસ્ટિકની થેલીનો વપરાશ બંધ કરાવવા અંગે ધરણાં કાર્યક્રમ યોજવાના છે થોડા સમય અગાઉ તેમના દ્વારા પ્લાસ્ટિકની થેલી બંધ કરાવવા અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ નિરાકરણ ન આવતા તેઓ કાર્યકરો સાથે તેમજ ગૌશાળાઓ,ગૌ સંસ્થાઓ,જિલ્લાના નાગરિકો વિગેરે સાથે ધરણાં કાર્યક્રમ આવતીકાલે કલેક્ટર કચેરી સામે યોજશે.