આદિપુરના વેપારીનું 3 બુકાનીધારીએ અપહરણ કરી માર મારી તેને ભદ્રેસ્વર સીમમાં ફેંકી દેવાયો , પોલીસમાં દોડધામ મચી
આદિપુરના વેપારીનું 3 બુકાનીધારીએ અપહરણ કરી માર મારી તેને ભદ્રેસ્વર સીમમાં ફેંકી દેવાયો , પોલીસમાં દોડધામ મચી

આદિપુરના કાપડના વેપારી દિપક ખટવાનીનું ત્રણ બુકાનીધારી શખ્સોએ અપહરણ કરી માર મારી ભદ્રેશ્વર નજીક ફેંકી દીધો હોવાનો બનાવ બન્યો છે. વેપારી તેની માતા સાથે જઈ રહ્યો હતો ત્યારે એકાએક ત્રાટકેલાં ત્રણ શખ્સોએ તેની કારમાં તોડફોડ કરી તેનું અપહરણ કર્યું હતું. જો કે, તેની માતાએ તુરંત જ આદિપુર પોલીસને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી. બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયાં હતા. દરમિયાન, જેનું અપહરણ કરાયું હતું તે વેપારી ભદ્રેશ્વર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસને મળી આવ્યો છે હાલમાં તે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર ICU હેઠળ રાખવામા આવ્યો છે.