પધ્ધર સીમ માથી મળી એક યુવક ની લાશ, પરિવારે કર્યા હત્યા ના આક્ષેપો.

પ્રાપ્ત વિગતો અનુસાર પધ્ધર સિમ માંથી એક યુવક શંકર રાઘા ભાઈ ડાંગર.ઉ.વ.21 પધ્ધર બાવળ ની ઝાળીઓ માંથી પાવર હાઉસ પાસે લટકતી હાલતમાં લાસ મળી આવી હતી. આસપાસ જોતા કોઈ શખ્સો સાથે ઝપાઝપી થઈ હોય તેવું પણ જણાઈ આવે છે.પધ્ધર પોલીસ ઘટના સ્થળે તપાસ અર્થે દોડી ગઈ હતી ને પ્રાથમિક તપાસ માં એવું જણાઈ આવે છે કે આ યુવક નું મોત ગત રાત્રે થયું છે વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. તો પરિવારે યુવક ની હત્યા થયું હોય તેવું આક્ષેપ કર્યો છે. ઘટનાની વધુ તપાસ પધ્ધર પોલીસે હાથ ધરી છે.