ભુજમાં આવેલ કલેક્ટર કચેરીમાં કરવામાં આવ્યો આત્મવિલોપનનો પ્રયાસ

ગત 21 મે થી આમરણ અનશન પર બેઠેલા  વેલજીભાઈ  નારાણ એ આજે ભુજ કલેક્ટરની ચેમ્બરમાં પોતાનો જીવ ટુંકાવવાનો પ્રયાસ કરેલો. જાણવા મળતી વિગત મુજબ આ વ્યક્તિ માંડવીની નાની ખાખર ગામના રહીશ છે. તેઓને તેમની જમીન ફાળવણી મુદે તરીખ 26 ફેબ્રુઆરીના રોજ અધિક કલેક્ટર શ્રી દ્વારા આશ્વાસન આપેલું અને કચ્છ કલેક્ટર દ્વારા પણ લેખિતમાં બાહેંધરી આપેલી પરંતુ લાંબો  સમય નીકળી જતાં તેમના પ્રશ્નનું કોઈ નિચોડ ન આવતા આખરે આજે વેલજીભાઈ  નારાણ નામના વ્યક્તિએ પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયત્ન કરેલો હાલમાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *