આરોપીએ ફરિયાદીને અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી ધાક-ધમકી આપી
ફરિયાદી તથા તેમના ભાઈ અને પિતા ત્રણેય જણા તેઓના ઘરે હતા ત્યારે ઘરની બહાર કમલેશ સોઢા રહે. જી. આર. ડી. સી. હંગામીઆવાસ ભુજવાળો આવેલ અને અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખી માં બેન સમી ભૂંડી ગાળો આપવા લાગેલ જેથી તેને ગાળો આપવની ના પડતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીને મારવા જતા તેમના ભાઈ અને પિતા વચ્ચે પડી છોડાવેલ અને કમલેશ સોઢા જતા જતા કહેતો ગયેલ કે આજે તો તું બચી ગયેલ છે ફરીવાર મળીશ તો તને જાનથી મારી નાખીશ. તેમ કહી કમલેશ ત્યાંથી ચાલ્યો ગયો.
જેથી કમલેશ સોઢા રહે. જી. આઈ. ડી. સી. હંગામીઆવાસ ભુજવાળા અને ફરિયાદી સાથે થયેલ ઝઘડાનું મનદુઃખ રાખી તેમણે માં બેન સમી ભૂંડી ગાળો આપી તથા પોતાની પાસે રહેલ છરી વડે મારવા આવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.