ભુજ શહેરમાં આવેલ દેસલસર તળાવની હાલત દયનીય

મિત્રો તમે ભુજ શહેરમાં આવેલ દેશલસર તળાવનું નામતો સાંભળેલ જ હસે પરંતુ આ દેશલસર તળાવ હાલમાં જેવુ ગંદુ દેખાય છે તે એક સમય ભુજ શહેરની શાન ગણાતું.

એવું તે શું થયું કે આ તળાવ ગટર નો તળાવ બની ગયો. દેશલસર તળાવ ની આસપાસ ના રહેવાસીઓ દ્વારા જાણવા મળ્યું કે આ તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવે છે. અને આ તળાવની અંદર ગટર ની ચેમ્બરો આવેલી છે જેના કારણે વરસાદનું પાણી તો આવતું આવે તળાવમાં પરંતુ વરસાદ દરમિયાન શહેરની ગટર લાઈનો માં પાણીનો ભરાવ થવાથી ગટર ની ચેમ્બરો ઉભરાય છે

જેના કારણે ગટરનો પાણી તળાવમાં મુકાય છે ત્યાંના રહેવાસીઓ ના જણાવ્યા પ્રમાણે ખરેખર તળાવમાં ગટર ની ચેમ્બરો ન હોવી જોઈએ તમે જોયું હસે કે હમીરસર તળાવમાં કયાય ગટરની ચેમ્બરો કે ગટર લાઈનો લગાડવામાં નથી આવેલી તો દેસલસર તળાવ સાથે જ આવું ઓરમાયું વર્તન કેમ.

એક તરફ સુજલામ સુફલામ યોજના અંતરગર્થ કરોડો ના ખર્ચે તળાવોની સફાઈ કરવામાં આવી પ્રિ મોનસુનના નામે નાળાઓ સાફ કરવાની મુહિમો ચલાવવામાં આવી પરંતુ અહી તો ચિત્ર બીજુંજ કઈક ઉપસી રહ્યું છે. ત્યારે આ દેશલસર તળાવ ને તંત્ર દ્વારા સાફ સૂથરું બનાવવો જોઇયે અને જે રીતે હમીસરના બ્યુટીફીકેશન માટે મોટી મોટી ગ્રાન્ટો ફળવવામાં આવે છે. તેજ રીતે આ દેશલસર તળાવ માટે પણ ગ્રાન્ટ ફડાવવામાં આવે અને આ દેશલસર તળાવને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામ ગિરિ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *