ગાંધીધામ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પાસે ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે દારૂનો ધંધો
ગાંધીધામ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પાસે ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે દારૂનો ધંધો જાણવા મળતી વિગત મુજબ ગાંધીધામ માં રેલવે સ્ટેશન થી અંદર બહાર જતા રસ્તા પર જ આ દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જો કોઈ બહારની વ્યક્તિઓ આ સ્ટેશન પર ઉતરે તો કચ્છ ની કેવી છાપ પડે એ આપણે અંદાજો લગાવી શકીયે છે.જોવાની વાત તો એ છે આ ધંધો જયા કરવામાં આવે છે ત્યાં એક ધાર્મિક સ્થળ આવેલું છે અને કોઈ પણ લાજ શરમ રાખ્યા વિના અમુક બુટલેગરો દ્વારા આ ધંધો કરવામાં આવી રહ્યો છે. આમ જોવા જઇ તો દારૂબંદીના નામે લાખો કરોડો રૂપિયાની જાહેરાતો નો ધુમાડો કરવામાં આવે છે. શું તેનો કોઈ અસર થાય છે. તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આજના સમયમાં આ ધંધો કોની રહેમો નજર ધમધમી રહ્યો છે તેવી લોકમુખે ચર્ચા.