કેફી પીણું પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા આરોપીને પકડી પાડતી ટ્રાફિક શાખા ભુજ

પોલીસ કોન્સ્ટેબલ નિલેષકુમાર રમેશભાઈ પરમાર એલ.આર. તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ કેશુભાઈ વાડીયા જિલ્લા ટ્રાફિક શાખા ભુજનાઓ સાથે સ.વા. વાહનથી ભુજ ટાઉન વિસ્તારમાં SVCT ચાર રસ્તા જાહેર રોડ ઉપર વાહન ચેકિંગ અંગેની કામગીરીમાં હતા તે દરમિયાન મીરઝાપર તરફથી આવતો એક ટાટા મેજીક વાહન ઉભી રખાવી તપાસ કરી પૂછપરછ કરતા એક ટાટા મેજિક વાહન ચાલકના મોઢામાંથી કેફી પીણું પીધેલાની વાસ આવતા તેમ જણાતા તુરંત જ સદર ટાટા મેજીક વાહન ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રોહિતસિંહ ડુંગરસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 24 રહે મૂળ ગામ વાંકુ તાલુકો અબડાસા હાલે રહે મિરઝાપર તાલુકો ભુજવાળો હોવાનું તોતડાતી જીભે જણાવેલ મજકુરની આંખો જોતા લાલધૂમ જણાયેલ તેમજ તેના મોઢામાંથી કેફી પીણું પીધેલાની વાસ આવેલ તેમજ મજબૂરને હલાવી ચલાવી જોતા પોતાના શરીરનું સમતોલપણું જાળવી શકતો નથી જેથી મજકુર ઇસમ પાસે કેફી પીણું પીવા અંગે પાસ પરમીટની માંગણી કરતા પોતાની પાસે કોઈ આવી પરમીટ નહીં હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સની માંણી કરતા ડ્રાઇવિંગ લાઇસન્સ રજૂ કરેલ નથી તેમજ તેની અંગ જડતી કરતા કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નથી કે કોઈ ચીજવસ્તુ કબ્જે કરવામાં આવેલ નથી મજકુરના ટાટા મેજીક વાહન જેના નંબર GJ-12-AY-1618  જેની કિંમત રૂપિયા 65,000/- ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

જેથી મજકુર રોહિતસિંહ ડુંગરસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 24 રહે મુળ ગામ વાંકુ તાલુકો અબડાસા હાલે રહે મીરઝાપર તાલુકો ભુજ વાળાએ વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબ્જાનું ટાટા મેજિક વાહન જેના નંબર GJ-12-AY-1618 વાળુ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ ચલાવી પકડાય જઇ ગુન્હો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ એમ વી એક્ત કલમ 185,3,181 તથા પ્રોહિ એક્ટ કલમ 66(1)બી મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.