આરોપીએ પોતાના કબ્જાની પેસેન્જર રીક્ષા જાહેર રોડ પર ઉભી રાખી પેસેન્જરની હેરા-ફેરીનો ધંધો કરી ટ્રાફિકને અડચણરૂપ તથા અકસ્માત સર્જાય તેમ ઉભી રાખી ગુન્હો કરનારને પકડી પાડતી સીટી ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ કોન્સ્ટેબલ મધુસુદનસિંહ કૃષ્ણસિંહજી ઝાલા તથા પો. હેડ કોન્સ. પંકજકુમાર દમાજી મોડિયા વગેરે સીટી ટ્રાફિક શાખા ભુજ સ્ટાફના માણસો ભુજ શહેર વાણીયાવાડ વિસ્તારમાં ટ્રાફિક નિયમન કામગીરીમાં હતા તે દરમિયાન વાણીયાવાડ સર્કલ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપ સામે જાહેર રોડ પર આવતા એક અતુલ રીક્ષા CNG પેસેન્જર રજીસ્ટર નં. GJ-12-BU-6150 વાળાનો ચાલક પોતાના કબ્જાની પેસેન્જર રીક્ષા જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે તેમજ કોઈ અકસ્માત સર્જે તે રીતે ઉભો રાખી તેના પર પેસેન્જરોની હેરા-ફેરીનો ધંધો કરતો હોઇ જેથી મજકુર અતુલ રીક્ષા CNG પેસેન્જર ચાલકનું નામ-ઠામ પૂછતા પોતે પોતાનું નામ મયુરગીરી રમેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 30 રહે ગુરુકૃપા રેસીડેન્સી ભવાની હોટલ પાછળ, જુનાવાસ-માધાપર, ભુજ કચ્છવાળો હોવાનું જણાવેલ મજકુરને પોતાના કબ્જાની અતુલ રીક્ષા CNG પેસેન્જર જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ તથા અકસ્માત સર્જે તે રીતે રોડ વચ્ચે રાખવા બાબતેનું પાસ પરવાનું કે આધાર હોય તો બતાવવા કહેતા આવી કોઈ પાસ પરવાનગી કે આધાર પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરના કબ્જાની ઉપરોક્ત અતુલ રીક્ષા CNG પેસેન્જર રજીસ્ટર નંબર GJ-12-BU-6150 વાળા જેતે હાલતમાં તેને સોંપી દેવામાં આવ્યુ મજકુર ઇસમને સદરહુ ગુન્હાની તપાસ કામે તપાસ કરનાર અધિકારી દ્વારા જ્યારે જ્યારે અને જ્યાં બોલાવવામાં આવે ત્યારે ત્યાં તેઓ સમક્ષ હાજર રહેવા માટે સી આર પી સી કલમ 41(1) મુજબની નોટિસ આપી મુક્ત કરવામાં આવેલ

જેથી ઉપરોક્ત મજકુર મયુરગીરી રમેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 30 રહે ગુરુકૃપા રેસીડેન્સી ભવાની હોટલ પાછળ જુનાવાસ માધાપર ભુજ કચ્છ વાળાએ પોતાના કબ્જાની અતુલ રીક્ષા CNG પેસેન્જરના રજીસ્ટ્રેશન નંબર GJ-12-BU-6150 વાળા જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ તથા અકસ્માત સર્જે તે રીતે ઉભી રાખી પેસેન્જરની હેરા-ફેરીનો ધંધો કરી ગુન્હો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ આઈ પી સી કલમ-283 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.