ભુજમાં ઠેર ઠેર રસ્તાઓની હાલત બિસ્માર
ભુજ શહેરમાં હાલમાં રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે. આ ખાડાઓ એવા ભયંકર છે કે રાત્રિના સમયમાં જો રોડ લાઈટ બંદ હોય ત્યારે અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી જાય છે

કારણે કે આ ખાડા ને લીધે દરેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે પછી તે કાર ચાલક હોય કે બાઇક ચાલક દરેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

તંત્ર દ્વારા આ રસ્તાઓ બનાવવામાં આવે છે સારી વાત કહેવાય પરંતુ આ રસ્તાઓ ને વર્ષ દરમિયાન રિપરિંગ સમયસર કરવું શું તે કોઈની જવાબદારીઓ માં નથી આવતું.

તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું કામ કરવામાં આવે તેવી લોક માંગ.