આરોપીએ પોતાના કબ્જાના મકાનના આંગણામાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ રાખી રેડ દરમ્યાન ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગોવિંદસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સરપટનાકા પાસે પહોંચતા તેઓને બાતમી હકીકત મળેલ કે અમીના હુસેન જત રહે તુલસીમિલની બાજુમાં સરપટનાકા બહાર ભુજવાળી પોતાના રહેણાંક મકાનમાં દેશીદારૂનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી સચોટ બાતમી હકીકત મળેલ હોઈ જેથી સદર બાતમી હકીકત વાળા મકાન પાસે જઈ જોતા મકાન પાસે કોઈ વ્યક્તિ હાજર જોવા મળેલ નહીં જેથી મકાન પાસે જઈ “અમીના” નામની બૂમ પાડતા એક મહિલા બહાર આવેલ જે મહિલાનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ અમીના હુસેન જત ઉંમર વર્ષ 60 રહે તુલસી મિલની બાજુમાં સરપટનાકા બહાર ભુજવાળી હોવાનું જણાવેલ જેથી સદર મકાનમાં જઇ મકાનની ઝડતી કરતા મકાનના આંગણાના ભાગે દિવાલ પાસે એક પ્લાસ્ટિકની મોટી થેલી જોવામાં આવેલ જે થેલીમાં જોતા સફેદ કલરના પ્રવાહીથી ભરેલ આશરે 250 ml ની ક્ષમતા વાળી કોથળીઓ જોવામાં આવેલ જે કોથળીઓ થેલીમાથી બહાર કાઢી ગણી જોતા નંગ-16 હોય તે તમામ કોથળીઓના મોઢા ગાંઠ વાળી બંધ કરેલ હોય જેથી તે કોથળીઓના મોઢા ખોલી તેમાં ભરેલ પ્રવાહી સૂંઘી-સુઘાડી જોતા તે માંથી દેશી દારૂની તીવ્રવાસ આવતી હોઇ જેથી કબ્જે કરવામાં આવેલ તે એક લીટર દેશી દારૂ ની કિંમત રૂપિયા 20 લેખે મળી આવેલ દેશી દારૂ આશરે લીટર ચાર ની કિંમત રૂપિયા 80 ગણી કબ્જે કરવામાં આવેલ અને સદર રેડ દરમ્યાન કોઈ મહિલા પોલીસ કર્મચારી સાથે ન હોઇ અને સૂર્યાસ્ત બાદનો સમય હોઇ આરોપણ બહેનને આવતીકાલે સૂર્યોદય બાદ પોલીસ સ્ટેશન હાજર થવા નોટિસ આપી સમજ કરેલ છે

જેથી અમીના હુસેન જત ઉંમર વર્ષ 60 રહે તુલસીમીલની બાજુમાં સરપટનાકા બહાર ભુજવાળી એ પોતાના કબ્જાના મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂની 250 ml ની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-16 આશરે લીટર ચાર કિંમત રૂપિયા 80 નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન હાજર મળી આવી ગુન્હો કરેલ હોય જેથી તેના વિરુદ્ધ પ્રોહી કલમ 65 (એ) (એ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.