જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામ સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા ઇ.સી.પી.આઇ. શ્રી એન એન ચુડાસમા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે અંબે માતાજીનાં મંદીર પાસે નવવાડીમાં ખુલ્લામાં ધાણીપાસા વડે અમુક માણસો જુગાર રમે છે જે બાતમી હકીકત આધારે નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓના નામ-

( 1 )  હરેશ પ્રેમચંદ મોહીનાણી રહે સી સી એક્સ નવવાડી આદિપુર તા ગાંધીધામ

( 2 ) મહેન્દ્ર ચંદનલાલ નવલાણી રહે સી બી એક્સ સાતવાડી આદિપુર તા ગાંધીધામ

( 3 ) દિનેશ ભગવાનદાસ નવલાણી રહે સી બી એક્સ સાતવાડી આદિપુર તા ગાંધીધામ

( 4 ) સુરેશ નરેન્દ્રભાઈ પંજાબી રહે ટી એચ.એકસ સાતવાડી આદિપુર તા ગાંધીધામ

( 5 ) સંજય લક્ષ્મણભાઈ દલવાણી રહે સી બી એક્સ સાતવાડી આદિપુર તા ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ-

રોકડ રૂપિયા 10,700/- તથા ધાણીપાસા નંગ 02 કિંમત રૂપિયા 00/00 કુલે કિંમત રૂપિયા 10.700/- નો મુદ્દામાલ મળી આવેલ

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ તિવારી સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.