ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વીદેશી દારૂ(બીયર)નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે.આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ. શ્રી ડી.આર.ગઢવી તથા એલ સી બી ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે જૂની સુંદરપુરી ખેતરપાળ મંદિર પાસે આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી નીચે જણાવેલ વિદેશી દારૂ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

આરોપીનું નામ-

ભાવેશ ઉર્ફે ગુડબો મંગલભાઈ રોલા (મહેશ્વરી) રહે જૂની સુંદરપુરી ખેતરપાળ મંદિર પાસે ગાંધીધામ 

મુદ્દામાલની વિગત-

વિદેશી દારૂના બીયર ટીન નંગ 66 કિંમત રૂપિયા 6600/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી ડી. આર. ગઢવી તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.