ગાંધીધામ કાર્ગો ઝૂંપડા વિસ્તારની અંદર દેશી દારૂ બનાવતા/વેચાણ કરતા ઇસમો પર અલગ અલગ ટીમો બનાવી સંયુકત રીતે કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ


બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે.આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ પ્રોહી ની ડ્રાઈવ હાલમાં ચાલુમાં હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બી નાઓની તથા પો. ઇન્સ. બી ડીવીઝન પો. સ્ટે. નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ. શ્રી ડી.આર.ગઢવી તથા પો. સબ ઇન્સ. બી.વી.ચુડાસમા સાથે એલ સી બી તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વહેલી સવારના ગાંધીધામ કાર્ગો ઝૂંપડા વિસ્તારની અંદર દેશી દારૂ બનાવતા ઇસમોનાં રહેણાક મકાનો તથા જગ્યાઓ ઉપર રેઇડો કરી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ તથા આરોપીઓ પકડી પાડી તેમનાં વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી ગાંધીધામ બી ડીવીઝન પો. સ્ટે. દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીઓ-
( 1 ) રમીલાબેન જીલાજી ઠાકોર રહે કાર્ગો પી એસ એલ ઝુંપડા ગાંધીધામ
( 2 ) સાજન પોપટભાઈ નટ રહે કાર્ગો આઝાદનગર નટવાસ ગાંધીધામ
( 3 ) બરફીબેન વિજયભાઈ નટ રહે કાર્ગો આઝાદનગર નટવાસ ગાંધીધામ
( 4 ) ચોકીન અમરાભાઇ નટ રહે કાર્ગો આઝાદનગર ગાંધીધામ
( 5 ) રેખાબેન નરેશભાઈ નટ રહે કાર્ગો આઝાદનગર નટવાસ ગાંધીધામ
હાજર ન મળી આવેલ આરોપીઓ-
( 1 ) શિવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 2 ) ગોમીબેન રમેશભાઈ ઠાકોર રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 3 ) આશાબેન પ્રવીણભાઈ ઠાકોર રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 4 ) ભાનુબેન જયંતીભાઈ ઠાકોર રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 5 ) મંજુબેન રમેશભાઈ ઠાકોર રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 6 ) શનિબેન ચંદુભાઈ ઠાકોર રહે કાર્ગો એકતાનગર ગાંધીધામ
( 7 ) અરવિંદભાઈ ધારશીભાઈ દેવીપુજક રહે ખોડિયારનગર ઝૂપડા ગાંધીધામ
( 8 ) તેજલબેન અશોકભાઈ દેવીપુજક રહે કાર્ગો આઝાદનગર ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલ-
-દેશી દારૂ બનાવવાનો આથો લીટર 2100 કિંમત રૂપિયા 4200/-
-દેશી દારૂ લીટર 104 કિંમત રૂપિયા 2080/-
-કુલ કિંમત રૂપિયા 6280/-
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી એન ઝીંઝુવાડીયા તથા એલ સી બીનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ગઢવી તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વી ચુડાસમા તથા એલ સી બી સ્ટાફ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ છે.
