જીલ્લાપંચાયત સામે આવેલ સેવન્તી કોમ્પ્લેક્ષ મા અંડર ગ્રાઉન્ડ મા ચોવીસ કલાક જલ ભરાવ થી લોકો પરેશાન.
જીલ્લાપંચાયત સામે આવેલ સેવન્તી કોમ્પ્લેક્ષ મા અંડર ગ્રાઉન્ડ મા ચોવીસ કલાક જલ ભરાવ રહે છે જેના લીધે અંડરગ્રાઉન્ડ મા આવેલ દુકાનો વાળા ના ધંધા-રોજગાર બંધ થઈ જવા લાગ્યા છે અંડરગ્રાઉન્ડ મા ભરાયેલા પાણી ને પાર કરવા માટે દુકાન ધારકો એ પથ્થર અને કોટા મુક્યા છે છતાંપણ ગ્રાહકો આવા ગંદા પાણી મા પગ દેવા માંગતા નથી, ગંદા પાણીના જલભરાવ ના લીધે ગંદકી અને મચ્છરો નો પણ ઉપદ્રવ વધી ગયો છે અત્યાર ના સંજોગોને જોતા લંપી રોગ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગચાળા ચાલતા હોવાથી આવા ગંદા પાણીમા દુકાન ધરાવનાર દુકાનદારો પણ બીમાર પડી જાય છે અને ગ્રાહકો પણ આવતા નથી આ બાબતે ભુજ સેવા સદન રજીસ્ટ્રાર કચેરીમા તા.11/07/2022 ના અરજી કરેલ તેમજ તા 13/07/2022 ના રોજ ચીફ ઓફિસર જીગરભાઇ પટેલ સમક્ષ રૂબરૂમા રજુઆત કરેલ હોવા છતા આજ દિવસ સુધી કોઈ એ મુલાકાત લીધી નથી કે કોઇ નિવારણ કરવામા આવ્યુ નથી. ત્યારે આ બાબતે લાગતાવળગતા તંત્ર દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા વેપારીઓ તેમજ લકોની માંગ ઉઠવા પામી છે.
