ગાંધીધામ ઓસ્લો નજીક આવેલ ગોલ્ડન આરકેડ બિલ્ડીંગમાં ઉપરના માળે ઓફિસમાં આગ

ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ કાબુમાં લેવાના પ્રયાસ જારી, ચાર ફાયર ફાઇટર ઘટના સ્થળે લાખો ની સંપતિ બડી ને ખાખ

ગાંધીધામ ઓસ્લો નજીક આવેલ ગોલ્ડન આરકેડ બિલ્ડીંગમાં ઉપરના માળે ઓફિસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ગાંધીધામના ઓસ્લો નજીક આવેલ ગોલ્ડન આરકેડ બિલ્ડીંગમાં પહેલા મળે આવેલી CA ની ઓફિસમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ઘટના ની જાણ થતાં નગરપાલિકા, કંડલા ટિમ્બર એસોસિએશન અને દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચાર જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો આગ ઉપર અંકુશ મેળવવા પ્રયાસો કર્યા હતા, અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન આરકેડ સંચાલકો દ્વારા દુકાન અને ઓફિસ ધારકો પાસેથી મેન્ટનેસના નામે મસ મોટા રૂપિયા ઉઘરાવે છે જ્યારે ગોલ્ડન આરકેડ ફાયર સેફટી જેવી સુવિધા જ નથી

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ