RTOમાં ફોર વ્હીલર ટેસ્ટ ટ્રેક શરૂ થતાં ફરી ધમધમ્યો

copy file

આરટીઓ કચેરીમાં વરસાદના કારણે ટેસ્ટ ટ્રેક બંધ થવાથી વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેથી હાલમાં સેન્સર અને વાયરિંગ બદલવાની કામગીરી કર્યા બાદ બંને ટેસ્ટ ટ્રેક ફરી ધમધમતા થઈ ચૂક્યા  છે.ગુરુવારથી ફોર વ્હિલર ટેસ્ટ ટ્રેક શરૂ થઈ ગયો હોવાથી દરરોજ 100 થી 125 વાહનો ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા આપવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ટ્રેક બંધ હાલતમાં હોવાથી જે વાહનચાલકોએ અગાઉથી એપોઇન્ટમેન્ટ લીધી હતી અને જેની કાચા લાઇસન્સની મુદત પુરી થઈ રહી છે તેવા વાહનચાલકો અકળાઈ ઉઠયા હતા.

ટેસ્ટ ટ્રેક ક્યારે શરૂ થશે ? તેવો સવાલ પણ વર્તુળોને પૂછવામાં આવત તે પહેલાજ સેવા શરૂ થઈ ગઈ હોવાથી વાહનચાલકોનો ધસારો જોવા મળી રહ્યો છે.પહેલા જે લોકોને એપોઇન્ટમેન્ટ અપાઈ હતી તેઓને પ્રાથમિકતા  આપવામાં આવી રહી છે.