સુરતમાં યુવકે સોશિયલ મીડિયામાં કોલ કરી યુવતીનો બનાવ્યો અશ્લીલ વીડિયો, બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂ. 50 હજાર 

Loneliness Teenage Girls

સુરતના સરથાણા વિસ્તારમાં યુવતીને યુવક દ્વારા બ્લેકમેઈલિંગ કરીને રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે. સરથાણાની યુવતીના ફેસબૂક મેસેન્જર ઉપરથી ડેટા ચોરી કરી વોટ્સએપ કોલ કરી અશ્લીલ વીડિયો બનાવી રૂપિયા 50 હજાર પડાવનાર અજાણ્યા ઈસામ વિરુદ્ધ પોલીસમા ફરિયાદ કરવામાં આવી  છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સરથાણા વિસ્તારમાં રહેતી એક યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક સામે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખવી હતી. જેમાં જણાવ્યું હતું કે, યુવતીની ફેસબૂક ઉપર આઇડી હતી,જે અજાણ્યા ઇસમે યુવતીના ફેસબૂક ઉપર મેસેન્જરના ડેટા ચોરી કરી લીધા.


અજાણ્યા ઇસમે યુવતીનો નંબર મેળવી વોટ્સએપ કોલ કર્યો, અને યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી તેની પાસેથી રૂપિયા 50,000 ટુકડે ટુકડે પડાવી પાડ્યા હતા. વધુ પૈસાની માંગણી કરતા યુવતીએ છેવટે આજાણ્યા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સરથાણા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનોની નોંધણી કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી