ગાંધીધામમાં પાર્ક કરાયેલ કારમાં કોઈ અગ્મય કારણસર આગ લાગી.

ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલ ફાઇનન્સ ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલી એક કારમાં અચાનક જ કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી જાણવા મળતી વિગતો મુજબ મધરાત્રે અચાનક જ કારમાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેના માલિકના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસ થી આ કારમાં તકલીફો થતી હતી. અને અંદરના વાયરિંગ્ન ફોલ્ટને કારણે આ આગ લાગી હોવાનું મનાય છે.