નાના અંગિયા પાસે સ્વિફ્ટ કાર હડફેટે આવતા માલધારીનું મોત

નાના અંગિયા પાસે આધેડ ભેંસો ચરાવી જતા હતા ત્યારે બેકાબૂ બનેલ સ્વિફટ કારના ચાલકે હડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર નસીબમાં ના થતાં, મોત નિપજ્યું હતું. ઘટના બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. જેની સામે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો.
નખત્રાણા તાલુકાના જાડાય ગામના રહેવાસી રાણભા વેશલજી જાડેજાએ નખત્રાણા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેમના કાકાઇ ભાઇ કરશનજી ઉર્ફે કિશનજી પબાજી જાડેજા (ઉ.વ. 56) ભેંસો ચરાવીને વાડા પર જતા હતા ત્યારે સફેદ કલરની સ્વિફટ ડિઝાયર કાર નં. જીજે01-ઇટી-1807ના ચાલકે વાહન બેદરકારીપૂર્વક અને પૂરઝડપે હંકારી રાહદારી કરશનજીને હડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવા પામી છે. જેઓને સારવાર અર્થે નખત્રાણા અને ત્યારબાદ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું.