નલિયા કાંડના આરોપીને મળ્યા જામીન જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર ગુજરાતને કલંકિત કરનાર એવા નલિયા કાંડના આરોપી વિનોદ વિશનજી ટક્કર જેને બબાશેઠ નામે પણ ઓળખવામાં આવે છે હાઇકોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગયા વર્ષ ૨૦૧૭માં સમગ્ર ગુજરાત રાજયને હચમચાવી નાખે તેવું અને ગુજરાત સાથે સમગ્ર દેશનું ચિત્ર ખરાબ પાડે તેવું કચ્છના નલિયામાં થયેલ સામૂહિક દુષ્કર્મ કેસના પ્રથમ આરોપીને જામીન મળી ગયા છે. આ સામૂહિક દુષ્કર્મના આરોપીને જામીન મળ્યા તેથી એ જોવા મળે છે કે આપણાં દેશ,રાજય,શહેર,ગલી, અને મહોલ્લામાં સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે તે જાણી શકાય છે. તેવી લોક મુખે ચર્ચા.
