મુન્દ્રાના ભુજપુરમાં સરકારી બેંકના મેનેજરને ગુજરાતી ના આવડતા લોકોએ માર-માર્યાનો  વિડીયો થયો વાઇરલ

મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામની બેન્ક ઓફ બોરોડાની શાખામાં ગુજરાતી ના આવડતા ગામના અમુક લોકો દ્વારા મેનેજર અને બેન્ક કર્મીઓ સાથે મારામારી કરી હોવાની ઘટના હાલ સામે આવી હતી. સરકારી બેંકમાં થયેલી આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં બેન્ક અંદર અમુક લોકો બેન્ક કર્મચારીઓ સાથે ગેર વર્તન કરતા જોવા મળે છે. આ ઘટનાથી ભય પામેલા બેન્ક મેનેજરે જિલ્લા બેંકની શાખામાં નામજોગ લેખિત ફરિયાદ પણ કરી છે. જેના કારણે આ મામલો હાલ કચ્છમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ લોકો દ્વારા બેંકમાં ગુજરાતી અને કચ્છી ભાષા આવડતી હોય તેવા જ  લોકોને કામ પર રાખવાની વાત કરી હતી. અને બેન્ક વ્યવહાર માટેની સ્લીપ પણ બેન્ક કર્મચારીઓ ગ્રાહકોને ભરી આપે તે સહિતના હુકમ સાથે બેંકનો ઘેરાવ કરી 3 થી 4 કલાક સુધી બેન્ક કામગીરી ખોરવી મૂકી હતી. જેના કારણે હવે બેંકનો સ્ટાફ ભય અનુભવે છે. જેના તાકીદે ઉકેલ લાવવાની માંગ પત્રમાં કરાઈ હતી.