નવી ભીલડીમાં પરિવાર મરણ પ્રસંગે સુરત ગયો અને તસ્કરો કરી રૂ.4 લાખની ચોરી

downloa

નવી ભીલડીની ધરણીધર સોસાયટીમાં રહેતો પરિવાર મરણ પ્રસંગે સુરત ગયો હતો અને તસ્કરો ઘરની તિજોરીમાં પડેલ રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયાની ઘટના સામે આવી છે. જ્યારે પરિવાર રવિવારે પરત ઘરે આવ્યો અને ઘરમાં બધુ વિખેરાયેલું જોઇ ચોંકી ઉઠ્યો હતો અને તપાસ કરતાં ઘરમાંથી રૂ.4.02 લાખના મુદ્દામાલની ચોરી થતાં ભીલડી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી.

નવી ભીલડી ધરણીધર સોસાયટી ખાતે રહેતા અને લાખણી તાલુકાના પેપળુ ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા બાબુભાઈ ઉર્ફે ભેમજીભાઈ સગાળચંદ ઠક્કર જેઓ મરણ પ્રસંગે તારીખ સુરત ગયા હતા. તે અરસામાં ચોર ઘરના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી ગયા હતા.

ત્યારે બાબુભાઇ મરણ પ્રસંગેથી રવિવારે બપોરે ઘરે આવ્યા હતા. ત્યારે તેમના ઘરનો દરવાજો તૂટેલો જોઈ અંદર જઈને તિજોરી તોડેલી જોઈ ચોંકી ઉઠ્યા  હતા અને ઘરમાં તપાસ કરતાં તિજોરીની અંદર પડેલા રૂ.1,25,000 રોકડા, સોના-ચાંદીના દાગીના રૂ.2,77,000 મળી કુલ રૂ.કુલ રૂ. 4,02,000 મુદ્દામાલ ચોર દ્વારા ચોરી કરાયેલ હતો. આ અંગેની જાણ ભીલડી પોલીસ સ્ટેશનમાં કરતા ભીલડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અજાણ્યા ચોર સામે ચોરીનો ગૂનો દર્જ કરી ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની મદદ લઈ તપાસ શરૂ કરી હતી.