ચેન્નઇના વેપારી સાથે 1.54 કરોડની ઠગાઇ કરનાર ભુજનો ઠગ મુંબઈથી ઝડપાયો

માંડવી મરિન પોલીસ મથકે ચીટીંગના કેસમાં ભુજના ચીટર હનીફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીથુન નુરમામદ સોઢાને પશ્ચિમ કચ્છ એલસબીની ટીમે મુંબઇથી પકડી પાડ્યો. આરોપીએ તામીલનાડુના ચેન્નઇના સોની વેપારી સાથે 1.54 કરોડની સોનાના નામે ઠગાઇ કરી હતી. જેમાં પોતે કસ્ટમ અધિકારી હોવાની ઓળખ આપી હતી. એલસીબીએ આરોપીના બે પુત્રને પર શંકા થતાં પુછતાછ હાથ ધરાઈ છે.
તામિલનાડુના ચેન્નઇના સોની વેપારી ગૌતમભાઇ ધનરાજભાઇ શાહએ માંડવી મરિન પોલીસ મથકમાં માંડવીના સલાયાના હાજી સાહેબ ઉર્ફે અલીમામદ નુરમામદ સોઢા, યોગેશ પ્રજાપતિ રહે ચેન્નઇ, વિજય, શિવા, વિરલ, અજીજ, મહમદ, સલીમ, હનીફ, અબ્દુલ, કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિ, અને બે અજાણી મહિલા સહિત 14 લોકો વિરુદ્ધ છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ફરિયાદી પાસેથી ચીટરની ટોળકીએ સસ્તા સોનાના નામ પર 1.79 કરોડ પડાવીને રૂપિયા 25 લાખના અસલી પાંચ બિસ્કીટ આપી બાકીની રકમ 1.54 કરોડ હજમ કરી ગયા હતા. સોનાના સોદામાં પોતાની કસ્ટમ તરીકેની ઓળખ આપનાર અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી હનીફ ઉર્ફે મીઠીયાને એલસીબીની ટીમે મુંબઇથી પકડી પાડ્યો છે. તેની સાથે તેના બે પુત્ર પર શંકા થતાં ઉઠાવી લઇ પુછપર હાથ ધરાઈ છે.
માંડવી મરિનના ચીટીંગના કેસમાં નહીં અન્ય એક કેસમાં સંડોવાયેલા હોવાની શંકા હોવાથી બંને પુત્રને ઉઠવાયા છે. હાલ બાપ-દિકરા સહિત ત્રણેય આરોપીની પુછતાછ ચાલુ છે. તેવું એલસીબીના પીઆઇ એચ.એસ. ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે.